Archive

Posts Tagged ‘sayri’

દુખ ના થયા એવા અનુભવ…….

ઓક્ટોબર 14, 2009 12 comments

દુખ ના થયા એવા અનુભવ કે,
જે મળે તેને હાલ પુછુ છું,
આંસુ જો ટપકે કોઈ ની આંખે,
મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ..

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી….

ઓક્ટોબર 14, 2009 14 comments

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..

જિંદગી મળવી એ નસીબ ની વાત છે !!

ઓક્ટોબર 14, 2009 25 comments

જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

કોણ કહે છે ભગવાન …..

સપ્ટેમ્બર 12, 2009 3 comments

કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..

જીવન મારું અધૂરું રહી ગયું !!

સપ્ટેમ્બર 12, 2009 6 comments

જીવન મારું અધૂરું રહી ગયું,
પ્રેમ નું પાનું કોરું રહી ગયું,
શાહી તૈયાર કરી હતી મેં મારા લોહી ની,
પણ હસ્તાક્ષર કોઈ બીજું કરી ગયું..

પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો !!

સપ્ટેમ્બર 12, 2009 15 comments

પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો જે નિભાવી ના શકો એવી શરત ના કરશો,
જેને તમારા વગર જીવવા ની આદત જ નથી તેને વધુ જીવવા ની દુવા ના આપશો….

તમારી યાદ તાજી કરતા આંખ માં આંસુ આવી જાય છે!!

જુલાઇ 20, 2009 4 comments

તમારી યાદ તાજી કરતા આંખ માં આંસુ આવી જાય છે,
બસ એજ તમારા રસ્તા ને જોઈ ને ઇન્તેઝાર શરુ થાય છે…

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે…

જુલાઇ 16, 2009 3 comments

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…

લાગણી માં નગર શોધું છુ !!

જુલાઇ 16, 2009 Leave a comment

લાગણી માં નગર શોધું છુ,
પ્રેમ ભર્યા જીગર ને શોધું છુ,
કંટક થી ભરેલી આ દુનિયા માં,
પ્રેમ ની ડગર ને શોધું છુ….

કોમલ આશા ના તંતુ સાથે લટકી ગયેલો માણસ છુ,

જુલાઇ 16, 2009 2 comments

કોમલ આશા ના તંતુ સાથે લટકી ગયેલો માણસ છુ,
મોત ના દ્વારે આવી આવી ને અટકી ગયેલો માણસ છુ…